/connect-gujarat/media/post_banners/17be39deffae2a0411a71518d918561593588334d6e8d9ca08219b11d81a662c.jpg)
અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની રહે તેમજ તહેવારો અને ટ્રાફિક નિયમનમાં થતી કામગીરીઓમાં પોલીસની તીસરી આંખ સમાન બોડી કેમેરાથી અમરેલી જિલ્લામાં પોલીસ જવાનોને સજ્જ કરવામાં આવ્યા.
અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનીને પોલીસ કાયદાની મર્યાદામાં કામગીરી કરી શકે સાથે તહેવારો અને ટ્રાફિક નિયમનમાં થતી કામગીરીઓમાં પોલીસ નિષ્ઠા સાથે કરતી કામગીરીઓમાં કોઈ બિનજરૂરી માથાકૂટ કે અન્ય કોઈ બંદોબસ્ત વખતે પોલીસની તીસરી આંખ સમાન બોડી કેમેરાથી અમરેલી જિલ્લામાં પોલીસ જવાનોને સજ્જ કરવામાં આવ્યા છે, જે માટે આજે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં 600 જેટલા બોડી કેમેરાઓ ફાળવીને પોલીસ જવાનોને બોડી કેમેરાની મહત્વ અને કોઈપણ બંદોબસ્ત, વી.વી.આઈ.પી. બંદોબસ્ત સાથે ટ્રાફિક નિયમનની કામગીરી સહિત અન્ય કામગીરીઓમાં બોડી કેમેરા સબુતનું કાર્ય કરશે. સાથે બોડી કેમેરાથી પોલીસ તંત્ર પણ ભાષા અને પોલીસ કામગીરીઓ પ્રત્યે પૂરતી સહાનુભૂતિ રાખે અને આજની ટેકનોલોજીથી અમરેલી પોલીસને ડી.વાય.એસ.પી. જે.પી.ભંડેરીએ સજ્જ કરીને દરેક પોલીસ પ્રજાનો મિત્ર બનીને કાયદાનું કામ કરે તેવી શીખ આપી હતી.