Connect Gujarat
ગુજરાત

અમરેલી : પોલીસે દોડાવી ગાડી..!, તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ફોટા ભૂલી ગયેલા 3 પરીક્ષાર્થીઓ માટે પોલીસ બની દેવદૂત...

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમરેલી જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્ર ઉપર 550 જેટલા વર્ગખંડોમાં 13 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.

X

તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેસવા માટે જરૂરી એવા પાસપોર્ટ સાઈઝના ફોટા ભૂલી ગયેલા 3 પરીક્ષાર્થીઓ માટે અમરેલી જિલ્લા પોલીસ દેવદૂત બની હતી. જેમાં ત્રણેય પરિક્ષાર્થીઓને પોલીસ વાનમાં બેસાડી 3 કિલોમીટર દૂર ગામમાં લઈ જઈ ફોટો પડાવીને પરત પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડ્યા હતા.

આજરોજ સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમરેલી જિલ્લાના 48 પરીક્ષા કેન્દ્ર ઉપર 550 જેટલા વર્ગખંડોમાં 13 હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.

પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓની લાંબી લાંબી કતારો લાગી હોય આ વચ્ચે પરીક્ષામાં બેસવા માટે જરૂરી એવા પાસપોર્ટ સાઈઝના ફોટા ભૂલી ગયેલા ગીર સોમનાથ, જુનાગઢ અને ધોરાજીના પરીક્ષાર્થીઓ માટે અમરેલી જિલ્લા પોલીસ દેવદૂત બની હતી. જેમાં ત્રણેય પરીક્ષાર્થીઓને સાવરકુંડલાથી 3 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રથી પોલીસ વાનમાં લઈ જઈ ફોટો પડાવી પરત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા, ત્યારે ફરી એકવાર અમરેલી પોલીસ તંત્ર પરીક્ષાર્થીઓ માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ અમરેલી જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો.

Next Story