હાથસણીમાં માનવ મંદિર આશ્રમે અખંડ રામધૂન યોજાય
PM મોદીના માતા હીરાબાના દીર્ઘાયુ માટે રામધૂન યોજાય
આશ્રમેની 35 જેટલી મનોરોગી દીકરીઓ યોજી રામધૂન
ભારત દેશને દુનિયાના નકશામાં ઉચ્ચ સ્થાને લઈ જનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરા બાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના યજ્ઞનો થઈ રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ખાતે 35 જેટલી મનોરોગી દીકરીઓની સાર સંભાળ લેતા માનવ મંદિર આશ્રમ ખાતે અખંડ રામધૂનનું આયોજન સંત ભક્તિ બાપુએ કરીને રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. માનવ મંદિરની સ્થાપના સાથે ભક્તિ બાપુએ રાષ્ટ્રભાવના વધુ ઉજાગર થાય અને ભારત દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાના સ્વાસ્થ્ય સુધરે અને હિરા બાના દીર્ઘાયુ માટે માનવ મંદિરની મનોરોગી દીકરીઓએ અખંડ રામધૂનનું આયોજન કર્યું હતું. માનવ મંદિરના પટાંગણમાં જ મનોરોગી દીકરીઓએ શ્રી રામ જય રામ જય જય રામની રામધૂન શરૂ કરીને ભાજપના કાર્યકર્તાઓ નહીં પણ મનોરોગી દીકરીઓએ વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના સ્વાસ્થ્ય માટે રામધૂન થકી પ્રાર્થનાઓ કરી હતી.