/connect-gujarat/media/post_banners/2558a0b8432ee52aa316eef5957467cfa77f4fedace3d34d711574ccd5b63192.jpg)
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા અચાનક જ પેનડાઉન હડતાળ જાહેર કરીને વીજળીક હડતાળ પર ઉતરી જતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની મામલતદાર કચેરી 84 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ આ કચેરીમાં અનેક કામગીરીઓ મામલતદાર કચેરીની જનસેવા કેન્દ્ર ખાતે થતી હોય છે પણ આજે મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરો અચાનક જ વીજળીક હડતાળ પાડીને પેન ડાઉન જાહેર કરતા બહાર ગામડાઓ અને અન્ય શહેરોમાંથી આવેલા અરજદારો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અને પેન્ ડાઉન જાહેર થવાથી અરજદારોને જવું કયા એ ખબર પડતી નથી અને અરજદારો હેરાનપરેશાન થઈ રહ્યા છે અને કામગીરીથી અળગા રહેલા કોમ્પ્યુટર ઓપરેટરો આજે વીજળીક પેન ડાઉન જાહેર કરવા અંગે જણાવ્યું હતું કે છેલા ત્રણચાર મહિનાથી કરાર આધારિત આ કર્મીઓને જનસેવા કેન્દ્રમાં જરૂરી સ્ટેશરી કાગળો કે અન્ય સામાન કલેકટર કચેરીમાંથી પૂરો પાડવા આવતો નથી તો પગાર પણ ચૂકવાતો નથી જેથી આજે પેન ડાઉન જાહેર કર્યું છે