/connect-gujarat/media/post_banners/c3438e24ab3ce137a68d3d9a4080a8c41165b18ab56257795e8eeb51627f849d.jpg)
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી યુરિયા ખાતરની તંગી સર્જાય રહી હોવાનું સામે આવ્યું છે. જાફરાબાદ અને રાજુલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા ઉમટ્યા હતા, જ્યાં ખાતર ખરીદ-વેચાણ કેન્દ્ર ખાતે “યુરીયા ખાતર નહીં”ના બોર્ડ નજરે પડતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ખાતર ન હોવાના બોર્ડ છતાં ખેડૂતો ખાતર માટે આકુળ વ્યાકુળ થયા હતા. સતત વરસતા વરસાદ બાદ ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા ખેડૂતો નારાજ થયા હતા. તો બીજી તરફ, યુરિયા ખાતરની કૃત્રિમ તંગી ઊભી થતી હોવાનો ખેડૂતમાં વસવસો જોવા મળ્યો હતો.