અમરેલીના માનવ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના હાથસણી ખાતે આવેલ માનવ મંદિર આશ્રમ. આ માનવ મંદિર આશ્રમ ખાતે 58 જેટલી દીકરીઓની સાર સંભાળ રાખનાર સંત શિરોમણી ભક્તિ બાપુ દ્વારા ધુળેટીના પર્વના રંગોના પર્વને વધુ રંગીન કરવાના ધ્યેય સાથે જેમના જીવનમાં દરેક રંગો એક જ રંગો સાથે થઈ ગયેલા તેવી 58 મનોરોગી દીકરીઓના પાલક પિતા બનીને સેવા ચાકરી કરતા ભક્તિ બાપુ દ્વારા રંગોત્સવ સાથે રાસોત્સવ કરીને મનોરોગી દીકરીઓ સાથે ધુળેટીના હર્બલ કલર અને અબીલ ગુલાલ વડે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે માનવ મંદિરના ચાહક વર્ગ દીકરીઓએ પરિવાર કરતા મનોરોગી દીકરીઓને પરિવાર સમજતી યુવા ઉર્વી વોરા પરિવાર સાથે રંગોત્સવ ઉજવવા માનવ મંદિર ખાતે આવી હતી
અમરેલી: માનવ મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવની ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
ધુળેટી પર્વ નિમિતે રંગોત્સવ સાથે રાસોત્સવ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં ઉત્સાહ ઉમંગની ઉર્મિઓ સાથે ઉજવાયો હતો
New Update