/connect-gujarat/media/post_banners/410f0628f1785518219ce0ec15e8a54ef753dcb2c192d87230bbbc19c537c03a.jpg)
દિવાળી વેકેશન વેળા સફારી પાર્કમાં વિશેષ આયોજન
સહેલાણીઓને આકર્ષવા વન વિભાગનો અનોખો પ્રયાસ
કાળિયાર, જરખ સહિત સિંહ દર્શનનો પ્રવાસીઓને લ્હાવો
દિવાળી વેકેશન હોય, ત્યારે મોટાભાગના લોકો સાસણ કે, પછી હિલ સ્ટેશન જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ સફારી પાર્ક હાલના સમયે સિંહોની ડણક સાથે કાળિયાર અને જરખ જેવા પ્રાણીઓની મજા લેવાનો અનેરો અવસર વન વિભાગની સુંદર ગોઠવણ વડે સાકાર થયો છે, ત્યારે સહેલાણીઓ વધુ ધારીના સફારી પાર્ક તરફ વળે તેવા પ્રયાસો ધારી વનવિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.
આ છે અમરેલી જિલ્લાના ધારી ગીરમાં આવેલ સફારી પાર્ક... સફારી પાર્કમાં વનતંત્ર દ્વારા સમયમાં બદલાવ કરીને વધુ પ્રવાસીઓ સફારી પાર્કમાં મજા માણી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દેશની આન બાન અને શાન ગણાતા ગીરના સિંહો સાથે કાળિયારના ટોળાઓ અને દીપડા સાથે વધુ આકર્ષિત કરે તો જરખ પણ મુક્ત મને વિહરતા સફારી પાર્કમાં જોવા મળે છે.
જેના કારણે વિવિધ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ જોઈને સહેલાણીઓ રોમાંચિત થઈ જાય છે, અને છેક સિંહો જોવા સાસણ અને જૂનાગઢ સક્કર બાગની જગ્યાએ સૌથી સલામત અને સુંદર વ્યવસ્થા વન વિભાગની જોઈ પ્રવાસીઓ આનંદિત થઈ રહ્યા છે.
જોકે, દિવાળી વેકેશન સમયમાં મોટેભાગે લોકો હિલ સ્ટેશન સાપુતારા માઉન્ટ આબુ કે દીવ, દમણ, ગોઆ કે પછી સાસણ તરફ વળતા પ્રવાસીઓ માટે વધુ આકર્ષિત અને નયનરમ્ય નજારા વચ્ચે ધારીનું સફારી પાર્ક સૌથી વધુ સુરક્ષિત માનવમાં આવે છે. ધારીના સફારી પાર્કમાં વેકેશન સમય ગાળામાં સવારથી સાંજ સુધી સહેલાણીઓ મુક્તમને વન્યપ્રાણીઓની મજા માણી શકે તેવું આગવું આયોજન કરવામાં આવ્યું છે, તો દરેક સુવિધાઓથી સજ્જ સફારી પાર્ક તરફ વધુને વધુ પ્રવાસીઓ આકર્ષિત થઈ રહ્યા છે. ગત વર્ષે 40 હજાર પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો હતો, તો આ વર્ષે વધુ સહેલાણીઓ સફારી પાર્કની મુલાકાત લે તેવી વન તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.