સમાજમાંથી વિખૂટા પડેલા મનોરોગીઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરવા સાવરકુંડલા બાદ ધારી ગીરના વીરપુર નજીક સંત શિરોમણી ગોવિંદ ભગતે મનોરોગીની સેવા ચાકરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે
આ છે ધારી ગીરના જંગલ વિસ્તાર નજીક આવેલો માનવ મંદિર આશ્રમ, આ આશ્રમમાં હાલ 15 જેટલા મનોરોગીની સાર સંભાળને દેખભાળ લેતા સંત ગોવિંદ ભગત આમતો સ્વામી નારાયણ સંપ્રદાયના પાર્ષદ હતા પણ જેનું કોઈ નથી તેમના માટે કઈક કરી છૂટવાની ભાવનાઓ પ્રગટ થતા જ ધારીના વીરપુર નજીક એક આશ્રમની સ્થાપના કરી નામ રાખ્યું માનવ મંદિર, માનવ મંદિર એટલે જ્યાં સમાજમાંથી વિખૂટા પડેલા મનોરોગીઓ જેને દુનિયાના લોકો પાગલ કહીને સંબોધે તેવા મનોરોગી માટે આશ્રમનુ નિર્માણ કરીને આવા 15 જેટલા મનોરોગી સ્ત્રી પુરુષો માટે માનવ મંદિર આશ્રમ શરૂ કર્યું હતું.નાનું અમસતું એક મકાનને એમાં વિભાગો પાડીને મનોરોગીઓને સાચવીને ત્રણ ટાઈમ ભોજન અને ભજન થઈ શકે અને એની સેવા ચાકરી થઈ શકે તેવા ધ્યેય માટે સંત ગોવિંદ ભગત અત્યારે પોતાનુ જીવન સમર્પિત કરીને સેવા ચાકરીમાં લાગી ગયા છે અને આવા મનોરોગીઓની સેવાઓ માટે સંત ગોવિંદ ભગત સાથે સેવાના સારથીઓ જોડાયેલા છે