New Update
લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશન ઓઝા દ્વારા અમરેલી જિલ્લામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પક્ષમાં સળવળાટ શરૂ થયો છે ત્યારે રાજસ્થાનના મંત્રી અને ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રામ કિશન ઓઝા દ્વારા અમરેલી જિલ્લાની લોકસભા બેઠક કબજે કરવાના આશયથી કોંગ્રેસની જિલ્લા બેઠક બોલાવી હતી અને ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસને મજબૂત કરવાના ધ્યેય સાથે કાર્યકર્તાઓને જોમ જુસ્સો રામ કિશન ઓઝાએ ભર્યો હતો પણ પ્રભારીની બેઠક હોવા છતાં અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ નેતા વિપક્ષની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.
Latest Stories