અમરેલી: સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધનું અનોખુ આકર્ષણ,જુઓ શું છે મહત્વ

ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે

અમરેલી: સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુદ્ધનું અનોખુ આકર્ષણ,જુઓ શું છે મહત્વ
New Update

દેશભરમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે જ્યારે સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે, જો કે હવે ઇંગોરિયાના વૃક્ષ ઘટતા તેનું સ્થાન કોકડાએ લીધું છે જે ઇંગોરીયા એટલે હર્બલ ફટાકડાની બનાવટ અને કેવી રીતે બને છે આ ઇંગોરિયા જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં

સાવરકુંડલામા પાછલા છ દાયકાથી દિપાવલીની રાત્રીએ ઇંગોરીયા યુધ્ધ જામે છે આ પરંપરા હજુ પણ જળવાઇ રહી છે જો કે હવે ઇંગોરીયાના વૃક્ષ ઘટી ગયા હોય તેના સ્થાને યુવાનો કોકડાથી આ અનોખી આતશબાજી કરે છે ઇંગોરીયાની આ લડાઇ જોવા દુરદુરથી લોકો સાવરકુંડલા ઉમટી પડે છે ત્યારે આ ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે

ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદરના ભાગે તેમાં દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવામાં આવે છે ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય છે જેને દીવાળીની રાત્રીએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુધ્ધ રમવા તૈયાર થઈ જાય છે

આ ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવાય સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવે છે.સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂરદૂર સુધી ખસેડી દે છે હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે આ રોમાંચિત લડાઈમાં આનંદ કીકીયારી નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાય છે. કયારેક કોઈના કપડાં પણ દાજી જાય છે જો કે મોટું નુકસાન કે માથાકુટ થતી નથી કારણ કે આ નિર્દોષ રમત હોય છે. રાતના દસ વાગ્યાથી સવાર સુધી આ ઈંગોરીયાની લડાઈ ચાલે છે સમયના બદલાતા વહેણ સાથે આ ઈંગોરીયાની લડાઈમાં પણ પરિવર્તન થયું છે લડાઈનું નામ તો ઈંગોરીયાની લડાઈ જ રહ્યું છે

#Ingoria Tree #Savarkundala Ingoria Yudh #સાવરકુંડલા #ઈંગોરીયાનું વૃક્ષ #ઇંગોરીયા #ફટાકડા #Diwali Celebration #Amreli Diwali Celebration #સાવરકુંડલા ઇંગોરીયા યુદ્ધ #Diwali 2023 #અમરેલી ઇંગોરીયા યુદ્ધ #Amreli #ઇંગોરીયા યુદ્ધ અમરેલી #ઇંગોરીયા યુદ્ધ
Here are a few more articles:
Read the Next Article