Connect Gujarat
ગુજરાત

અમરેલી : અન્ય લોકોના ડોક્યુમેન્ટ પર સસ્તા ભાવે ટુ-વ્હીલર વેંચી દેવાના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 12 લાખનો મુદ્દામાલ જપ્ત...

અમદાવાદમાં અન્ય લોકોના ડોક્યુમેન્ટ પર ફાયનાન્સ કરી નવા ટુ-વ્હીલર છોડાવી અમરેલીના લોકોને સસ્તા ભાવે વેંચી દેવાના રેકેટનો અમરેલી SOG પોલીસે પર્દાફાશ કર્યો છે.

X

અમદાવાદમાં અન્ય લોકોના ડોક્યુમેન્ટ પર ફાયનાન્સ કરી નવા ટુ-વ્હીલર છોડાવી અમરેલીના લોકોને સસ્તા ભાવે વેંચી દેવાના રેકેટનો અમરેલી SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી અમરેલી સુધી પથરાયેલા આ રેકેટમાં પોલીસે 15 ટુ-વ્હીલર સહિત રૂ. 12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

આ છે અમરેલીનો શખ્સ સબિર ઉર્ફે ચીની યુનુસ કુરેશી, જે અમદાવાદના દરિયાપુરના રહીશ આદિલ અબ્દુલ હાબીજ શેખ મારફતે ફાયનાનસમાં અન્ય વ્યક્તિઓના નામે ડોક્યુમેન્ટ આપી ડાઉન પેમેન્ટ ભરી શો-રૂમમાંથી નવી ટુ-વ્હીલર બાઇકો છોડાવીને વોટસએપ મારફતે ફોટાઓ મોકલી સસ્તા ભાવે અમરેલીના લોકોને પધરાવી દેતો હતો. અમદાવાદથી અમરેલી સુધી ટુ-વ્હીલર વાહનો આજુબાજુના ગામડાઓમાં કોઈપણ આર.સી. બુક, આધાર પુરાવા કે, RTO સંબધિત પુરાવા વગર તદ્દન નજીવી કિંમતે ગાડીઓ વેચી નાખતો હતો, ત્યારે અમરેલી SOGને ખાનગી રાહે બાતમી મળતા અમરેલીની જૂની જેલના ગેટ પાસે ચોરી અથવા છળકપટથી મેળવેલ બાઇક લઈને નીકળતા મજકુર શખ્સની પૂછપરછ કરાતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.

Next Story