/connect-gujarat/media/media_files/2025/11/16/amreli-sog-2025-11-16-19-11-15.jpg)
સરકાર દ્વારા ગેરકાયદેસર થતી પ્રવૃતિ પર અંકુશ રાખવા અને માદક પદાર્થોની હેરફેર સામે પોલીસ તંત્ર સંપૂર્ણ સક્રિય છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં અમરેલી એસ. ઓ.જી.ત્રાટક્યું હતું લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું અમરેલી SOG ને મળેલ પૂર્વ બાતમીને લાઠીના કેરાળા ગામથી મતીરાળાની સીમ વિસ્તારમાં એક શખ્સ દ્વારા લીલા ગાંજો વાવ્યો હોવાની માહિતી મળતા અમરેલી એસ.ઓ.જી. ત્રાટકી હતી અને ગાંઝાના લીલા છોડ સાથેનું વાવેતર ઝડપાઇ ગયું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/16/marijuana-cultivation-2025-11-16-19-11-34.jpeg)
ગાંઝાના વાવેતર સાથે આરોપીને દબોચી લેવાયો હતો જે ગાંજો વાવ્યો તે આરોપી છના હરી પંચાલાએ ભાગ્યું રાખેલ વાડીએ મોટા પાયે ગાંઝાનુ વાવેતર કર્યું હતું જેની બાતમી અમરેલી એસ.ઓ.જી.ને મળતા નશીલા પદાર્થોની કડી ઝડપીને સિમ વિસ્તારમાં કરેલા વાડી ખેતરમાંથી લીલા ગાંઝાના છોડ નં. 48 સાથે લીલા ગાંજાના છોડ 155 કીલો અને 865 ગ્રામ વજન થતા આની કિંમત કુલ 77 લાખ 93 હજાર 250 ના મુદામાલ સાથે આરોપી છના હરી પંચાલા રહે. કેરાળા જોગણીને અમરેલી SOG એ ઝડપી પાડ્યો હતો લાઠી પોલીસમાં ગુન્હો નોંધીને એન.ડી.પી.એસ.મુજબ કાર્યવાહી કરવામાં આવી.