Connect Gujarat
ગુજરાત

અમરેલી : આગવા ઉનાળાને અનુલક્ષીને પાણી પુરવઠા વિભાગનું આગવું આયોજન, જુઓ ગ્રામજનો માટે શું કર્યું..!

40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે

X

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા ગીર વિસ્તારના ગામડાઓમાં ઉનાળા ટાણે પીવાની પાણીની પળોજણ ઊભી ન થાય તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 2 નવા સંપ ઉભા કરી પાણી સંગ્રહનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. બળબળતો ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની પારાયણ સર્જાતી હોય છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક હાથસણી રોડ ખાતે આવેલ 40 લાખ લીટર ક્ષમતા ધરાવતા એક નહીં પણ 2 મસમોટા પાણીના સંપ પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે..

ત્યારે લાખો લીટર પાણીનો સંપમાં આગવા ઉનાળાને અનુલક્ષીને આગવું આયોજન કરી લીધું છે. સાવરકુંડલા અને ખાંભા ગીર પંથકના ગામડાઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય, આ સાથે જ લાઈન લિકેજીંગ કે, સંપ રીપેરીંગ કરવાનો સવાલ જ ઊભો ન થાય તે માટે સરકાર દ્વારા 40 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 2 સંપોનું નિર્માણ કરીને 5 દિવસ સુધી સાવરકુંડલાના 74 ગામડાઓ અને ખાંભાના 49 ગામડાઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતા ગ્રામજનોએ તંત્રના આયોજનની સરાહના કરી છે.

નર્મદાનું પાણી છેવાડાના ગામડા સુધી પહોંચે તે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરીને પીવાના પાણીની સમસ્યા નિવારવા સરકાર કટિબદ્ધ બની છે, ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા સરકારના અભિગમને સાર્થક કરવા દિવસ રાત એક કરી પાણીની ખપતને પહોચી વળવા મસમોટા 40 લાખ લીટરના 2-2 સંપ ઉભા કરવામાં આવ્યા છે. હાલ 5 દિવસ પાણી વિતરણ વ્યવસ્થા બંધ કરીને કાળઝાળ ઉનાળામાં પાણીની જરૂરિયાતને પહોચી વળવા તંત્ર સજ્જ થયાનું પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું

ત્યારે હવે ઉનાળાના આરંભે જ સાવરકુંડલા અને ખાંભાના ગામડાઓમાંથી જેલા 15 ગામડાઓ પીવાનું પાણી મેળવી રહ્યા છે. તો ભરઉનાળે 124 ગામડાઓ માટે પાણી પુરવઠા વિભાગના આગવા આયોજનથી ગામડાઓમાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તેવું સુંદર આયોજન પાણી પુરવઠા વિભાગે કર્યું છે, જેની સરાહના ગામડે ગામડે થઈ રહી છે.

Next Story