Connect Gujarat
ગુજરાત

અમરેલી : સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિત્તે 147 ગામમાં કરાશે "સ્ટેચ્યુ ઓફ યુનિટી"નું અનાવરણ

X

તા. 31મી ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલની જન્મજયંતી

147મી જન્મજયંતીએ 147 ગામમાં કરાશે SOUનું અનાવરણ

ચમારડીના ભામાશા ગોપાલ વસ્તરપરા દ્વારા અનોખી પહેલ

આગામી તા. 31મી ઓક્ટોમ્બરે દેશનું સ્વાભિમાન ગણાતા સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી પ્રસંગને ચાર ચાંદ લગાવવા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ભામાશા ગોપાલ વસ્તરપરા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે અમરેલી, લાઠી અને બાબરા સહિતના 147 ગામડાઓમાં સરદાર પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમાનું અનવારણ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ અમરેલી જિલ્લાના 101 ગામડાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનવારણ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી તા. 31મી ઓક્ટોમ્બર સુધીમાં અન્ય ગામોમાં પણ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે, ત્યારે "જય સરદાર"ના નારા સાથે ગામડાઓ ગુંજી ઊઠ્યા હતા. તો બીજી તરફ, આજના યુવાનો લોખંડી પુરુષ એવા સરદાર પટેલના જીવનમૂલ્યો અંગે શીખ મેળવે તે હેતુને ખરા અર્થમાં સાર્થક કરવા બદલ ચમારડીના ભામાશા ગોપાલ વસ્તરપરાના કાર્યના સૌકોઈ બિરદાવી રહ્યા છે

Next Story