Connect Gujarat
ગુજરાત

અમરેલી: શ્રાવણ માસના પ્રારંભે જ શાકભાજીના ભાવોમાં ઉછાળો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે

X

શ્રાવણ માસના આરંભે જ શાકભાજીના ભાવોમાં અસહ્ય ઉછાળો આવતા ગૃહણીઓના બજેટ ખોરવાઈ ગયા છે એક તરફ કાળઝાળ મોંઘવારી સામે શાકભાજીના ભાવોમા ચાર ચાર ગણો વધારો થતાં ઘર કેમ ચલાવવું તેવી મુશ્કેલીઓ વચ્ચે ગૃહણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે

ગરીબોને બે ટંકનું ભોજન પણ આરોગવું દુષ્કર બન્યું હોય તેમ અમરેલી જિલ્લામાં શાકભાજીના ઓછા વાવેતરથી હાલ શાકભાજીના ભાવો ચાર ગણા થઈ જતા ગૃહણીઓના બજેટ ખોરવાઈ ગયા છે રીંગણ, બટેટા, ટામેટા, કોબીજ, ભીંડા, મરચા, ગુવાર, દૂધી સહિતના શાકભાજીના ભાવો સાંભળીને જ ગૃહણીઓને પગ નીચેથી જમીન સરકી જતી હોય તેવા 10 રૂપિયાના કિલો રીંગણ ભાવો 40 પહોંચ્યા છે તો બટેટા 35 થી 40 રૂપિયાના ભાવે મળે છે.ગુવાર, ટમેટા ભીંડા તો 70 ના ભાવો સુધી પહોંચ્યા છે.મરચા 60 થી 70ના ભાવે મળતા મહિલાઓએ જમવામાં શુ બનાવવું એજ મોટી મૂંઝવણ ઉભી થતા ગૃહિણીઓ હેરાન પરેશાન થઈ ગઈ છે

ગરીબોની કસ્તુરીથી લઈને સામાન્ય જમવામાં આવતા શાકભાજીના ભાવોમાં ચાર ગણો વધારો હાલ જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ અમરેલી જિલ્લામાં શાકભાજી બહારના જિલ્લામાંથી આવે છેને વધુ પડતા વરસાદથી ખેડૂતોને ખેતરોમાં જઇ ન શકાય તેવી સ્થિતિ વચ્ચે હાલ શ્રાવણના આરંભે જ શાકભાજીમાં ભાવો ભડકે બળયા છે

Next Story