બોરવેલમાં 17 કલાક સુધી જિંદગી સામે જંગ લડી રહેલ બાળકીનું અંતે મોત

અમરેલી જિલ્લાના સુરાગપરા ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી.

New Update

અમરેલીમાં બોરમાં પડેલી દોઢ વર્ષની બાળકી અંતે જિંદગી સામે જંગ હારી ગઈ છે રોબર્ટ સહિતની ટેકનોલોજી કામે લગાડ્યા બાદ 17 કલાકનુ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું જોકે બોરવેલમાંથી બાળકીનો મૃતદેહ જ બહાર  આવ્યો હતો

અમરેલી જિલ્લાના સુરાગપરા ગામે પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી.આ અંગેની જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગ તેમજ એનડીઆરએફની ટીમ દોડી આવી હતી અને રોબોટ સહિતની ટેકનોલોજીની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા સતત 17 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. જોકે વહેલી સવારે બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો જેના કારણે પરિવાર પર આપ તૂટી પડ્યું હતું.સતત 17 કલાક સુધી જિંદગી સામે જંગ લડતી આરોહી અંતે મોતને ભેટી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.
#બોરમાં પડી ગઈ #દોઢ વર્ષની બાળકી #બોર #અમરેલી #બાળકીનો મૃતદેહ #મોત
Here are a few more articles:
Read the Next Article