/connect-gujarat/media/post_banners/bd84124d94bb43eb95f94b50224a8395251d015a03573ca0b94662ff6429e123.jpg)
ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગ્રામજનોએ દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે. શા માટે દિવસને રાત ઉજાગરા કરવાની છે મજબૂરી અને કેવો ફફડાટ છે જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નું મિતિયાળા ગામ..1800ની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ જંગલને અડીને આવેલું ગામ છે.સિંહ દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે ને જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળા વાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે ગઈકાલે મિતિયાળા ગામમાં સવારે 7.42 એ પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવ્યો બાદ સાંજે 5.55 એ ફરી ધરા ધ્રુજી ને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે રાત્રીના 8.34 એ ચોથીવાર મિતિયાળાની ધરા ધ્રુજતા આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયુંને રાત્રીના ક્યાંક ભૂકંપનો આંચકો આવે ને મકાન ધરાશાયી થવાની ગંભીર દહેશત વચ્ચે ગામના નાના નાના ભૂલકાઓથી લઈને મિતિયાળાના વૃદ્ધોએ પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની ના છૂટકે મજબૂરી ઉભી થઇ છે
અમરેલીના મિતિયાળા ગામ છેલ્લા એક દોઢ માસમાં 40 જેટલા ભૂકંપના આંચકાઓ સહન કરી ચૂક્યું છે.ભૂકંપના આંચકાઓથી ઘરમાં રાખેલ વાસણો પડી જાય છે,ઘણા મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે જેના પગલે ગ્રામજનો ભયભીત થઈ ઉઠ્યા છે
સિંહ દીપડા જેવા હિંસક પશુઓથી ડર ન અનુભવતા મિતિયાળા વાસીઓને ભૂકંપનો ભય ઘર કરી ગયો છે અને એક દોઢ મહિનામાં 40 જેટલા હળવા આંચકા સહન કરી ચૂકેલા મિતિયાળામા હાલ તો ધરા ઘૃજવાની ઘટનાઓથી રાત્રીના ઉજાગરાએ ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.