અમરેલી : જ્ઞાન G-3Q ક્વિઝની ઑનલાઇન પરીક્ષામાં વડીયાનો વિદ્યાર્થી ઝળક્યો, પરિવારનું ગૌરવ વધાર્યું...

જ્ઞાન G-3Q ક્વિઝની લેવાય હતી ઑનલાઇન પરીક્ષા, વડીયાની સૂરગવાળા સ્કુલનો વિદ્યાર્થી આવ્યો પ્રથમ

New Update
અમરેલી : જ્ઞાન G-3Q ક્વિઝની ઑનલાઇન પરીક્ષામાં વડીયાનો વિદ્યાર્થી ઝળક્યો, પરિવારનું ગૌરવ વધાર્યું...

છેલ્લી 4 પેઢીથી ચાની કીટલી ચલાવતા સામાન્ય પરિવારનો દીકરો જ્ઞાન G-3Q ક્વિઝની ઑનલાઇન પરીક્ષામાં રાજ્યભરમાં પ્રથમ આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 3 લાખનું પુરસ્કાર મેળવી સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે જ્ઞાન G-3Q ક્વિઝની ઑનલાઇન પરીક્ષાઓના પરિણામો જાહેર થયા છે, ત્યારે આશ્ચર્ય વચ્ચે અમરેલી જિલ્લાના વડીયાની સૂરગવાળા હાઇસ્કુલનો ધોરણ-10નો વિદ્યાર્થી જેનીશ નારીગરાનું નામ જાહેર થતાં જ વડીયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે જેનીશ નારીગરાના પિતા વડિયા બજારમાં ચાની કીટલી ચલાવે છે. ચાની કીટલી ધરવતા પિતાનો પુત્ર જેનીશ નારીગરાને રાજ્ય સરકાર દ્વારા 3 લાખનું રોકડ પુરસ્કાર અને મોમેંન્ટો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે એનાયત થવાની ખુશી નારીગરા પરિવારમાં જોવા મળી હતી.

Latest Stories