Connect Gujarat
ગુજરાત

અમરેલી: લીલીયામાં 9 કરોડની નલ સે જલ યોજના કેમ 9 લાખના વાંકે અટકી..? જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ

અમરેલી જિલ્લાના લીલીયામાં 9 કરોડની નલ સે જલ યોજના 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ન ભરતા ધૂળધાણી થઈ છે ત્યા

X

અમરેલી જિલ્લાના લીલીયામાં 9 કરોડની નલ સે જલ યોજના 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ન ભરતા ધૂળધાણી થઈ છે ત્યારે શું છે આ 9 કરોડની પાણી પુરવઠાની યોજના અને કેમ 9 લાખના વાંકે અટકી છે જુઓ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.......

આ છે અમરેલી જિલ્લાનું લીલીયા ગામ.સરકારે લોકોના ઘરે ઘરે શુધ્ધ પીવાનુ પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મુકી છે લીલીયામા 9 કરોડનો ખર્ચ કરી સમગ્ર લીલીયા શહેરમા પાઈપ લાઈન બિછાવી દેવાઇ છે સંપ અને ટેન્ક પણ છ માસથી તૈયાર છે પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતે માત્ર 9 લાખનો લોકફાળો ભર્યો ન હોવાથી નિભંર તંત્ર લોકોને પીવાનુ પાણી પહોંચાડી રહ્યું નથી 50 લાખ સ્ટોરેજ પાણીના સંપ ટાંકીઓ ઓવર હેડ ટાંકીઓ પાણી ભરેલી પડી છે લીલીયા શહેરમા નલ સે જલ યોજના અંતર્ગત પાઇપ લાઈન બિછાવવાથી લઈ પંપીંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્ક જેવી કામગીરી છ માસથી પુર્ણ કરી દેવામા આવી છે છ માસથી લોકોને ઘરે ઘરે નળ કનેકશન આપી પાણી પહોંચાડવાનુ કામ બાકી રહ્યું છે ને 9 કરોડની યોજનામાં 9 લાખનો લોકફાળો ગ્રામ પંચાયત ભરી દે તો નલ સે જલ યોજના સાર્થક સાબિત થાય તેમ છે ત્યારે આ યોજના લાવનારા લીલીયાના પૂર્વ સરપંચ બાબુભાઈ ધામતે સાંભળો શું કહ્યું

સરકાર દ્વારા 9 કરોડની યોજના કાગળ પર પણ વાસ્તવિક રીતે સાકાર પામી ગઈ છે ને જલ સે નલ યોજનામાં ઘરે ઘરે ટેસ્ટીંગ પણ થઈ ચૂક્યું છે જેને પણ 6 માસ જેવો સમયગાળો વીતી ગયો છે પણ લીલીયા ગ્રામ પંચાયત પણ સક્ષમ નથી કે 9 લાખનો લોકફાળો ભરી શકે તેવું લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા જણાવી રહ્યા છે..

લીલીયા ગ્રામ પંચાયત લોકફાળા પેટે 9.82 લાખની રકમ જમા કરાવવાની છે. ખારાપાટ વિસ્તારની આ ગ્રામ પંચાયતની આર્થિક સ્થિતિ સારી ન હોય લોકફાળો જમા કરાવાયો નથી અને તેના કારણે તંત્ર પાણી નથી આપતી અહી જુદીજુદી ઓવરહેડ ટેન્ક અને સંપ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની મુખ્ય બજારો અને ગલી નાકાઓમા કુલ 32 કિમીની પાઈપ લાઈન બિછાવી દેવાઈ છે જો કે આ પાઈપ લાઈનમાથી લોકોને ઘરે ઘરે નળ કનેકશન આપવાની કામગીરી કરવામા આવી રહી નથી ગામના સરપંચ જીવનભાઈ વોરાએ જણાવ્યું હતુ કે આ વિસ્તાર ખેતી અને હિરા ઉદ્યોગ પર આધારીત છે હિરામા ભયંકર મંદી છે અને ખેતી તથા ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે ગામ લોકો પાસેથી લોકફાળાની રકમ એકઠી કરવાનુ કામ મુશ્કેલ છે. ગ્રામ પંચાયતને મળતી 15મા નાણાપંચની ગ્રાંટમાથી લોકફાળો ભરવાની મંજુરી આપવામાં આવે તો તેમાથી રકમ ભરી લીલીયામાં આ યોજના કાર્યરત શકે તેમ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના અધિકારી જે.પી.વઘાસિયાએ શું જણાવ્યું તે સાંભળો..

47 લાખ લીટરની 4 ટાંકી-સંપ તથા 32 કિમીની પાઈપ લાઈન શહેરમા બિછાવાઈ પરંતુ લોકફાળાના બહાને છ માસથી ઘરોમાં કનેકશન અપાતા નથીને લાખો લીટર પાણી ભરેલા સમ્પો ટાંકીઓ શોભા ના ગાઠિયા સમાન બનીને પડી છે.. ત્યારે હવે જોવું એ રહ્યું કે 9 કરોડની યોજના 9 લાખના વાંકે અટકેલી છે તે ક્યારે શરૂ થાય છે

Next Story