/connect-gujarat/media/post_banners/570f6f595c4a495a36863e9491f8a58112a380659167fbd8b97f9325cc9030b9.jpg)
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદમાં મગ,તલ,બાજરી અને ઘાસચારા સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોને પરસેવાની કમાણી કમોસમી વરસાદે છીનવી લીધી છે.
આ છે અમરેલી જિલ્લાનું ધજડી ગામ, ખેતી અને ખેત મજૂરી પર નિર્ભર ધજડી ગામમાં છેલ્લા 5 દિવસથી જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો તેવા સમીકરણો કમોસમી વરસાદે સર્જી દીધા છે મગ, તલ, બાજરી, ઘાસચારો સહિતના પાકો કમોસમી વરસાદમાં નષ્ટ થયા પણ ગરીબોની ગણાતી કસ્તુરીને પણ કમસોમી વરસાદે ધૂળ ધાણી કરી નાખી હોય તેવા દ્રશ્યો ધજડી ગામની સીમ ખેતરોમાં જોવા મળી રહ્યા છે અમુક ખેડૂતોએ ડુંગળીઓ કાઢીને ખેતરમાં ઢગલા કરીને તૈયાર રાખી ત્યાં ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ડુંગળી પર ઢાંકેલા પ્લાસ્ટિકને ઉડાડીને હજારો મણ ડુંગળી પલળી ગઈ હતી તો ડુંગળીઓ વાઢી કાપીને ખેતરોમાં તૈયાર રાખી ત્યાં વરસાદે માજા મૂકતા ડુંગળીઓ ધૂળમાં ભળી જવાથી ખેડૂતને મો માં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે