રક્ષાબંધનના દિવસે પાટણ શંખેશ્વર હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 3 યુવાનોને કાળ ભરખી ગયો

શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે.

New Update
રક્ષાબંધનના દિવસે પાટણ શંખેશ્વર હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 3 યુવાનોને કાળ ભરખી ગયો

પાટણ શંખેશ્વર હાઇવે પર આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થતાં બહેનોનું રાખડી બાંધવાની ઉત્સવમાં માતમ છવાઇ ગયો છે. પાટણ જિલ્લાના હાઇવે માર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સમીથી 5 કિલોમીટર દુર શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર ભરખી ગયો છે. મળતી માહિતી અનુસાર સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેમાં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જહાભાઈ રાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતકો રાધનપુર બાજુના છે...

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા છે. નોંધનીય છે કે, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરૂણ ઘટના બનતા બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે..

Read the Next Article

ભરૂચ: મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું, આરોપીની ધરપકડ

આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.

New Update
IMG-20250711-WA0007
ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલસી.આર.ચેમ્બર્સ કોપ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમા પકડાયેલ દિપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રડિડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દિપસિંહ તુવરને મળી હતી.

મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ

પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યાં હતાં.આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતાં તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.