Connect Gujarat
ગુજરાત

આણંદ : પોલીસ કોન્સ્ટેબલે જ કરી એમટી શાખાના કર્મચારીની હત્યા, હથોડો ચોરી કરવા બાબતે થઈ હતી બોલાચાલી..!

આણંદ જિલ્લાના બેડવા ગામે પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

X

આણંદ જિલ્લાના બેડવા ગામે પોલીસ વિભાગની એમટી શાખામાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના ગુન્હાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ હત્યામાં એમટી શાખામાં જ ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સંડોવાયેલો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આણંદના બેડવા ગામે રહેતો અને પોલીસ વિભાગની એમટી શાખામાં આઉટ સોર્સમાં નોકરી કરતાં 19 વર્ષિય યુવક જયદીપનો મૃતદેહ ગત તા. 20મી ડિસેમ્બરના રોજ મળી આવ્યો હતો. આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ જ હત્યાની હોવાનું જણાતાં પોલીસ હરકતમાં આવી તપાસ હાથ ધરી હતી. આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા ખંભાળજ પોલીસ તથા એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવેલ ગુનાની તપાસ દરમ્યાન હ્યુમન રીસોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ ચેક કરતા આ ગુનો આરોપી હરપાલસિંહ બળવંતસિંહ ચાવડા (રહે. ઉમરેઠ)એ કરેલ હોવાની માહીતી મળી હતી.

આથી, હરપાલસિંહની અટક કરી યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા હત્યાની આગલી રાતે મરનાર જયદિપ તથા હરપાલસિંહ બેડવા ગામે કેનાલ પર બેઠા હતા. તે દરમ્યાન જયદિપની બેગમાં એક લોખંડની હથોડી નિકળી હતી. જે હથોડી અંગે હરપાલે પુછતાં તેણે એમટી શાખામાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, હરપાલે આ બાબતે વિરોધ કરી તેને ઠપકો આપ્યો હતો. જે બાદ બોલાચાલી થતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં, હરપાલસિંહએ હથોડી આંચકીને જયદિપના માથામાં મારી દેતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે હત્યા મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story