Connect Gujarat
ગુજરાત

આણંદ: અમુલ દ્વારા પશુપાલકોને નવા વર્ષની આપવામાં આવી ભેટ, જુઓ દૂધના ખરીદ ભાવમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો

અમુલ દ્વારા પશુ પાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે અને દૂધના ખરીદ ભાવમાં 20રૂપિયાનો વ્હાદારો કરવામાં આવ્યો છે

X

અમુલ દ્વારા પશુ પાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે અને દૂધના ખરીદ ભાવમાં 20રૂપિયાનો વ્હાદારો કરવામાં આવ્યો છે

મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકો પાસેથી દૂધ ખરીદના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે આણંદની અમૂલ ડેરીએ પશુપાલકોને ફાયદો કરાવ્યો છે. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી દૂધની ખરીદીમાં કિલો ફેટે 20 રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે. અમૂલ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલો નવો ભાવ વધારો પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. પશુપાલકોને ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટે અગાઉ 780 મળતાં હતાં જે હવે 800 રૂપિયા મળશે. બીજી બાજુ ગાયના દૂધની ખરીદીમાં પણ અમૂલ ડેરી દ્વારા 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી પશુપાલકોને ગાયના દૂધના વેચાણમાં 354 રૂપિયા મળશે. જે અગાઉ 345.50 રૂપિયા મળતાં હતાં. ખરીદ ભાવમાં વધારાના કારણે તેનો લાભ અનેક પશુપાલકોને મળશે

Next Story