આણંદ : ફોર્મ્યુલા ભારત રેસિંગ કાર સ્પર્ધામાં ચારૂસેટ યુનિવર્સિટીની ઓજશ્વત ટીમે ધૂમ મચાવી...

ચારૂસેટ યુનિવર્સિટી-ચાંગાના વિદ્યાર્થીઓની કમાલ, ઓજશ્વત ટીમે ફોર્મ્યુલા ભારત રેસિંગ કાર બનાવી

આણંદ : ફોર્મ્યુલા ભારત રેસિંગ કાર સ્પર્ધામાં ચારૂસેટ યુનિવર્સિટીની ઓજશ્વત ટીમે ધૂમ મચાવી...
New Update

આણંદ જીલ્લાના ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની ઓજશ્વત ટીમે ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધામાં ધૂમ મચાવી છે. જેમાં એન્જિનિયરીંગ ડીઝાઇન પ્રેઝન્ટેશનમાં પાંચમું સ્થાન અને ઓવરઓલ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.

ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઇ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનીકલ અને ઇલેક્ટ્રિકલ વિદ્યાશાખાના 14 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા ફોર્મ્યુલા રેસિંગ કાર ઓજશ્વત તૈયાર કરવામાં આવી હતી. ટીમ ઓજશ્વત એટલે ઉભરતાં એન્જિનિયર્સની ટીમે રાષ્ટ્રીયકક્ષાની ફોર્મ્યુલા રેસમાં ભાગ લઇને ડ્રેગ ઇવેન્ટમાં બીજું સ્થાન, એન્જિનિયરીંગ ડીઝાઇન પ્રેઝન્ટેશનમાં પાંચમું સ્થાન અને ઓવરઓલ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ફોર્મ્યુલા રેસિંગ કારની સ્પર્ધામાં ભારતભરમાંથી 32 ટીમોએ ભાગ લીધો હતો. ફોર્મ્યુલા ભારત રેસિંગ કારની સ્પર્ધા એવા વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પુરું પાડે છે કે, જેઓ ફોર્મ્યુલા કેટેગરીના વ્હીકલ તેના નિર્ધારિત પ્રદર્શન અને સલામતીના સ્પષ્ટીકરણો અનુસાર તેની ડિઝાઇનથી લઇને નિર્માણ કરવાની એન્જિનિયરીંગની સ્કીલ્સને લાગુ કરવાની ઇચ્છા ધરાવે છે. સ્પર્ધા યુનિવર્સિટીના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ટીમોને તેમની પોતાની ફોર્મ્યુલા શૈલી, ઓટોક્રોસ રેસિંગ કારની કલ્પના કરવા, ડિઝાઇન કરવા, ફેબ્રિકેટ કરવા અને સ્પર્ધા કરવા માટેનો પડકાર આપે છે.

વર્ષ 2014, 2016 અને 2018માં ચારૂસેટની ઓજશ્વત રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો, ત્યારે હવે ઓજશ્વત ટીમ દ્વારા રેસિંગ કારની સાઇઝને કોમ્પેક્ટ કરીને ડ્રાઇવીંગ પોઝિશનને બદલવામાં આવી છે. આ રેસિંગ કારને ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલમાં શીફ્ટ કરી શકાય તે મુજબ ડીઝાઇન કરવામાં આવી છે. આ રેસિંગ કારનું વજન 64 કિલોગ્રામ ઘટાડ્યું છે, ગત રેસિંગ કારનું વજન 282 કિગ્રા હતુ. હવે તે ઘટાડીને 218 કિગ્રા કરવામાં આવ્યું છે. એન્જિનના પરર્ફોમન્સમાં સુધારો કરવા માટે જુદા જુદા ડ્રાઇવ રેસિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેસિંગ કારમાં રિકલાઇન ડ્રાઇવીંગ પોઝિશન રજૂ કરવામાં આવી છે. સાથે જ કારમાં કાર્બન ફાઇબરની સીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કોઇપણ ઇમ્પેક્ટ આવે તો ડ્રાઇવર પોતાની પોઝિશનથી હલી શકશે નહીં.

#Gujarat #Connect Gujarat #Anand #presentation #AutoMobile #Engineering #racing car competition #CHARUSET UNIVERSITY #Ojashwat Team
Here are a few more articles:
Read the Next Article