Connect Gujarat
ગુજરાત

આણંદ: આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડ,25 યુવક યુવતી નશાની હાલતમાં ઝડપાયા

આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

આણંદ જિલ્લાના આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ મથકમાં મોઢું સંતાડતા નબિરીઓ દારૂની પાર્ટી કરીને નશામાં ચૂર હતા. માલેતુજાર પરિવારોના નહિરાઓની આંકલાવના ખાનગી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી કે પોલીસે એન્ટ્રી મારીને રંગમાં ભંગ પાડી દીધો હતો આંકલાવના ખાનગી ફાર્મ હાઉસમાં બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા પહોંચેલા મોટા ભાગના યુવક-યુવતિઓ વડોદરાના હોવાનું જાણવા મળ્યું છે.10 યુવતિઓ મળીને 25 જેટલા યુવાનોએ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી. યુવક-યુવતિ દારૂના નશામાં ચૂર બન્યા હતા. પાર્ટીનો રંગ વધુ જામે તે પહેલા જ આંકલાવ પોલીસે ફાર્મહાઉસમાં એન્ટ્રી મારી દીધી હતી અને 25 યુવક-યુવતિઓની અટકાયત કરીને તમામને સ્થાનિક પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ કેમેરાથી મોઢું સંતાડતા જોવા મળ્યા હતા. પોલીસે પ્રોબિહીશન એક્ટ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story