આણંદ : સ્કૂલ-બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત, બસે પલટી મારતા 4 બાળકોને ઇજા...

ભાદરણ ગામ નજીક સ્કૂલ-બસને અકસ્માત પલટી મારી ગઈ હતી, ત્યારે સ્કૂલ-બસમાં સવાર બાળકો પૈકી 4 બાળકોને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

New Update
આણંદ : સ્કૂલ-બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત, બસે પલટી મારતા 4 બાળકોને ઇજા...

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાન ભાદરણ ગામ નજીક સ્કૂલ-બસને અકસ્માત પલટી મારી ગઈ હતી, ત્યારે સ્કૂલ-બસમાં સવાર બાળકો પૈકી 4 બાળકોને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આણંદની બોરસદ પી. ચંદ્ર સ્કૂલની બસ બાળકોને લઈ શાળા તરફ જઈ રહી હતી. તે દાટમ્યાન બોરસદ-ભાદરણ માર્ગ પર સ્કૂલ-બસના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂલ-બસ પલટી મારી જતાં ખેતરમાં ઉતરી પડી હતી, જેને લઈ બસમાં સવાર ગભરાઈ ગયેલાં બાળકોની ચિચિયારીઓએ વાતાવરણ ગંભીર કરી દીધું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 4 બાળકોને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે, જેમને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર મળતા જ વાલીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થઈ હોવાથી સ્કૂલ-સંચાલકો અને વાલીઓના શ્વાસ હેઠા બેઠા હતા.

Latest Stories