Connect Gujarat
ગુજરાત

આણંદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતેથી જિલ્લા કલેકટરે રમતોત્સવ ખુલ્લો મૂક્યો

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ

X

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ વહીવટી તંત્રના અલગ અલગ કચેરીઓ ખાતેથી ૩૧૦ જેટલા કર્મચારી અધિકારીઓએ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરાવી હતી. આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે દરેક અધિકારી - કર્મચારીઓ તેમની કચેરી ખાતે ૧૦ થી ૧૨ કલાકનો સમય ગાળે છે અને કચેરીમાં કામકાજ કરે છે. આવા સમયે સ્પોર્ટ્સના માધ્યમથી અધિકારી - કર્મચારીઓ તણાવ મુક્ત બને તેવા આશયથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ આ રમતોત્સવ એ અધિકારી કર્મચારીઓને એક નવું જોમ પૂરું પાડશે તેવી આશા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી.

કલેક્ટરએ રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની અગત્યતા સમજાવી ઉમેર્યું હતું કે, રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ અગત્યનું માધ્યમ છે, દિલથી રમજો અને જીતવાનો પ્રયત્ન કરજો સ્પોર્ટ્સ થકી જ દરેકના જીવનમાં અનુશાસન આવે છે. તેમણે રમતોત્સવમાં ભાગ લીધેલા તમામ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કલેકટર પ્રવીણ ચૌધરી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના અધિકારી - કર્મચારીઓએ બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ સહિતની રમતો રમીને પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, જિલ્લા રમત ગમત અધિકારી સહિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Next Story