Connect Gujarat
ગુજરાત

આણંદ:સીમાની સુરક્ષા કરતા BSFના જવાનની હત્યા,કારણ જાણી ચોંકી જશો

બી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

આણંદ જીલ્લામાં બી.એસ.એફ.ના જવાનની હત્યાનો ચોંકાવારો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ચકચારી ઘટનાની વાત જાણે એમ છે કે 28 વર્ષ પહેલા બીએસએફમાં ભરતી થયેલા જવાનની નડિયાદ તાલુકાના ચકલાસી ગામના વનીપુરા ગામે હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ બીએસએફ જવાનની સગીર વયની દીકરીનો વિડીયો વાયરલ કરવાનું કારણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બીએસએફ જવાન મેલાજી વાઘેલા જેમનું પોસ્ટિંગ મહેસાણા જિલ્લામાં હતું. જ્યાંથી તેમની બદલી થઈ રાજસ્થાન તેમને ડ્યુટી જોઈન્ટ કરવા માટે જવાનું હતું પરંતુ આ બન્નેની વચ્ચે 15 દિવસની રજા લઈ પોતાના વતન આવેલા મેલાજી વાઘેલાને ખબર પડી કે પોતાની સગીર વયની દીકરીનો વિડીયો કોઈ વનીપુરા ગામના શૈલેષ નામના યુવક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.ખબર પડતાની સાથે જ મેલાજી વાઘેલા તેમનો પુત્ર નવદીપ અને તેમની પત્ની મંજુલાબેન વિડીયો વાયરલ કરેલા યુવકને ઠપકો આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા.ઠપકો આપવા આપતા વિડીયો વાયરલ કરેલા યુવકના પરિવારજનો દ્વારા મેલાજી વાઘેલા તેમની પત્ની અને તેમના પુત્ર ઉપર લાકડીઓ અને તલવારો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમાં ઠપકો આપવા પહોંચેલા મેલાજી વાઘેલા અને તેમના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પત્ની મંજુલાબેનને નાની મોટી ઇજાઓ પહોંચતા 108 દ્વારા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ 48 વર્ષીય બીએસએફ જવાન મેલાજી વાઘેલાને સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા મૃતક જાહેર કરવામાં આવ્યા જ્યારે પુત્ર નવદીપને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલ સારવાર ચાલુ છે.સમગ્ર મામલે ચકલાસી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હુમલો કરનાર સાત આરોપી જેમાં દિનેશ જાદવ, અરવિંદ જાદવ, ભાવેશ જાદવ, ચતુર જાદવ, સચિન જાદવ કૈલાસ જાદવ અને શાંતાબેન જાદવ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story