Connect Gujarat
ગુજરાત

અનંત-રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં,દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યાં

અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં

અનંત-રાધિકાનું સેલિબ્રેશન હવે ચોરવાડમાં,દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યાં
X

અંબાણી પરિવારનાં અનંત અને રાધિકા તેમનાં દાદી કોકિલાબેન સાથે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યાં હતાં. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ બાદ સૌપ્રથમવાર ચોરવાડ ખાતે તેઓ પહોંચ્યાં હતાં. અનંત અંબાણી, રાધિકા અને કોકિલાબેન અંબાણીએ ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીનાં દર્શન કર્યાં હતાં તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે અનંતે જણાવ્યું હતું કે આ ગામમાંથી આગામી 10 વર્ષમાં 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવનકાર્યની શરૂઆત ચોરવાડથી કરી હતી.

થોડો સમય પહેલાં જ અનંતની પ્રી-વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાઈ હતી, જેમાં દેશ-વિદેશની સેલિબ્રિટીઝ હાજર રહી હતી. આ ઉપરાંત રિલાયન્સ ટાઉનશિપની આજુબાજુનાં ગામડાંમાં પ્રાસંગિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.50 હજારથી વધુ લોકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અંબાણી પરિવાર દ્વારા અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સમૂહને લઈ ચોરવાડ ખાતે શુભેચ્છા સામૂહિક સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story