અંકલેશ્વર: કોસમડી ગામના તળાવ નજીક કારમાં મેચ જોતા 3 યુવાન પર હુમલો

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે નજીવા મુદ્દે નવ ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓ ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે નવ પૈકી બે હુમલાખોરને ઝડપી પાડ્યા હતા 

New Update

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક માતંગી પેટ્રોલ પંપ પાસે નજીવા મુદ્દે નવ ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ત્રણ વ્યક્તિઓ ઇજાઓ પહોંચાડી હતી.પોલીસે નવ પૈકી બે હુમલાખોરને ઝડપી પાડ્યા હતા 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ વૃંદ રેસિડેન્સીમાં રહેતા પ્રદીપ પ્રવીણ સીલું અને તેઓના ભાગીદાર જિગ્નેશ ચીમન પટેલ ગતરોજ ફોર વ્હીલ કાર લઈ કોસમડી ગામની સીમમાં જમીન જોવા માટે ગયા હતા જેઓ જમીન જોઈને પ્રદીપભાઈના સાળા મિતુલ મનસુખ દવેને માતંગી પેટ્રોલ પંપ પાછળ તળાવ પાસે બોલાવ્યા હતા જેથી બંને કાર ઊભી રાખી મોબાઈલ ફોનમાં મેચ જોતાં હતા તે દરમિયાન કોસમડી ગામના તળાવનું કામ ચાલતું હૉય તળાવમાંથી ટ્રેકટર લઈ યુસુફ બદાત પ્રદીપભાઈ અને જિગ્નેશભાઈ પાસે આવ્યો હતો અને અહિયાં ગાડી લઈને કેમ ઊભા છો એમ કહી બાદ યુસુફ બદાત, માઝ બસીર પટેલ,ઈસ્માઈલ બસીર પટેલ,બસીર પટેલ અને યાસીન યાકુબ બદાત સહીત નવ લોકો લોખંડની પાઇપો લઈ આવી માથાકૂટ કરી અપશબ્દો ઉચ્ચારી પ્રદીપ સીલું,જિગ્નેશ પટેલ અને મિતુલ દવે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.આ મારામારીમાં ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને સારવારે માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી હુમલાખોર બસીર ઈસ્માઈલ આદમ પટેલ,ઈસ્માઈલ બસીર ઈસ્માઈલ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories