અંકલેશ્વર: નવા દીવા ગામની પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું,45 કૃતિઓ રજૂ કરાય

અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામની પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

author-image
By Connect Gujarat Desk
New Update
અંકલેશ્વરના નવા દીવા ગામે આયોજન
પ્રાથમિક શાળામાં વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
45 કૃતિઓ રજૂ કરવામાં આવી
આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
શિક્ષકોએ માર્ગદર્શન પૂરું પાડ્યુ
અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામની પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામની પ્રાથમિક શાળામાં જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત બીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ડાયટ ભરૂચના વિજ્ઞાન સલાહકાર  પ્રીતિબેન સંઘવી તેમજ ગામના સરપંચ લક્ષ્મણભાઈ સહિત આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ કાર્યક્રમમાં ૪૫ જેટલી કૃતિઓને વિવિધ મોડેલ સ્વરૂપે બાળ વૈજ્ઞાનિકોએ પ્રદર્શનમાં મૂકી હતી.
આ પ્રદર્શનની મુલાકાત તક્ષશિલા શાળા , નવા બોરભાઠા પ્રાથમિક શાળા તેમજ નવા દીવા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ લીધી હતી.
#Ankleshwar #Primary School
Here are a few more articles:
Read the Next Article