Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: દિવાળી પૂર્વે પોલીસનું ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ

અંકલેશ્વરના ગડખોલ ગામના પરપ્રાંતીય વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા બે મહિનામાં બીજીવાર પોલીસે મોટાપાયે નાઈટ કોમ્બિગ હાથ ધરતા અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો

અંકલેશ્વર: દિવાળી પૂર્વે પોલીસનું ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ
X

અંકલેશ્વરના ગડખોલ ગામના પરપ્રાંતીય વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા બે મહિનામાં બીજીવાર પોલીસે મોટાપાયે નાઈટ કોમ્બિનંગ હાથ ધરતા અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા થોડાં દિવસ પહેલાં જ અંકલેશ્વરના સારંગપુર,મીરાનગર,શાંતિનગર અને ઉદ્યોગનગરમાં આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન વાહન ચેકીંગ, પ્રોહીબેશન,ભાડા કરાર સહિતના અનેક ગુનાઓના કેસ કરવામાં આવ્યા હતા.જ્યારે બુધવારના રાત્રીના જિલ્લા પોલીસ ડો.લીના પાટિલની સુચનાઓ અને અંકલેશ્વર DYSP ચીરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ દિવાળી,નવા વર્ષના તહેવાર અને આગામી સમયમાં જાહેર થનાર ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષીને પુનઃ અંકલેશ્વર નગરના ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં કોમ્બિગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ગડખોલ ગામના પરપ્રાંતિય વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 9 PI,12 PSI અને 116 જેટલા પોલીસ જવાનોના પોલીસ વાહનો સાથે કોમ્બિગ કર્યું હતું.

જેમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા આરોપી, નવા મકાન ભાડુઆત, વાહન ડિટેન સહિતનું ચેકિંગ હાથ ધરાયુ હતું.આ કોમ્બિંગ ઓપરેશન દરમ્યાન એમ.વી.એક્ટ મુજબ 76 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા,37 ભાડુઆત સામે જાહેરનામા ભંગનો ગુનો,26 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો તેમજ 188 ઇસમોના બી રોલ ભરવામાં આવ્યા હતા. પોલીસની આ કામગીરીથી અસમાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે

Next Story