New Update
/connect-gujarat/media/post_banners/be7ed65134add10ae278eb5539a6a077190b284f6b991af561df11fafe34fa3e.webp)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિવિધ સ્થળોએ બી' ડિવિઝન પોલીસે દેશી દારૂનો વેપલો ચલાવતા લોકો પર સપાટો બોલાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેરના અંડાદા, છાપરા, નવા કસીયા અને અમરતપુરા જેવા વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર બી' ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં કુલ 25થી વધુ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસે કુલ 38 હજાર રૂપિયાનો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.