અંકલેશ્વર: શહેર ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને કરાયુ આહવાહન

New Update
અંકલેશ્વર: શહેર ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને કરાયુ આહવાહન

અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજન

ભીડભંજન હનુમાન મંદિરે બેઠક યોજાય

ચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકરોનું કરાયુ સન્માન

અંકલેશ્વર શહેર ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવલે ભીડ ભંજન મંદિર ખાતે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા ભાજપના મહમંત્રી વિનોદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકરોને આ પ્રસંગે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સાથે જ હવે લોકસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચે એ માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો

Latest Stories