અંકલેશ્વર : પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ...

New Update
અંકલેશ્વર : પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ, શૈક્ષણિક કીટનું કર્યું વિતરણ...

જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય હાથ ધરાયું

કાંઠા વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું

પૂર અસરગ્રસ્ત શાળાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો

નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો છે, જેમાં કાંઠા વિસ્તારના ગામડાંઓમાં શાળાઓ પણ બાકાત નથી રહી. શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થયા‌ છે, જ્યારે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ અંકલેશ્વર તાલુકાના જૂના દીવા કુમાર-કન્યા શાળા, જૂના કાંસિયા, જૂના છાપરા, નૌગામા, જૂની દીવી અને જૂના હરીપુરા ગામની પૂર અસરગ્રસ્ત પ્રાથમિક શાળાએ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓના પુસ્તકો સહીત ભણવાના સાહિત્ય પણ પાણીમાં વહી ગયા અથવા ખરાબ થઈ ગયા છે, ત્યારે કર્મભૂમિ માટે કર્મ કરવાના ભાગરૂપે જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખુ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમમાં જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુમિત પાંડે અને અનુરાગ પાંડે સહિત સંતોષ પ્રધાન, લવકુશ સિંહ, આનંદ શર્મા, જયેન્દ્રસિંઘ ચૌહાણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધાર્યો હતો.

Latest Stories