/connect-gujarat/media/post_banners/91636737e2568e9f5d7bfe4b32e37b78cd0be8a9686698d743529b89561e6f0a.jpg)
હવે બોરવેલ માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ખાસ જરૂરી
રૂ. 10 હજાર ચાર્જ ભરી સરકાર પાસેથી લેવી પડશે NOC
જનજાગૃતિ આંદોલન સમિતિ દ્વારા નોંધાવાયો ઉગ્ર વિરોધ
દેશમાં હવે ઘરેલુ અને કોમર્શિયલ વપરાશ માટેના બોરવેલ અંગે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે તેવો કેન્દ્ર સરકારની જળ સંપતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, બોરવેલ માટે સરકાર પાસેથી ફરજિયાત મંજૂરી લેવી પડશે, એટલું જ નહીં નાગરિકોએ 10 હજાર રૂપિયાનો ચાર્જ ભરી સરકાર પાસેથી NOC પણ લેવી પડશે. જેમાં રહેણાંક એપાર્ટમેન્ટ, ગ્રૂપ હાઉસિંગ સોસાયટી, જળવિતરણ એજન્સી, ઔદ્યોગિક એકમો, સ્વિમિંગ પુલના સહિતના તમામ એકમોને આવરી લેવામાં આવ્યા છે,
ત્યારે કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ફરમાન સામે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી સરદાર પાર્ક વિસ્તારમાં જનજાગૃતિ આંદોલન સમિતિના નેજા હેઠળ સ્થાનિકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમ્યાન મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિકોએ પાણીની અસમાનતા સામે નારાજગી વ્યક્ત કરી સરકારનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો.