Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : હજાત ગામની ગ્રેજ્યુએશન કરી રહેલી નિધિ ખેતરમાં હાર્વેસ્ટર મશીન ચલાવતા શીખી, માતપિતાને ખેતીકામમાં મદદે આવી

22 વર્ષીય દીકરી માતાપિતાની ખેતીકામમાં કરે છે મદદ દીકરી ખેતરમાં હાર્વેસ્ટર મશીન ચલાવતા શીખી ગઈ કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાવવાની પ્રબળ ઈચ્છા

X

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની ગ્રેજ્યુએશન કરી રહેલી નિધિ ખેતરમાં હાર્વેસ્ટર મશીન ચલાવી માતા-પિતાને ખેતીમાં હાથ બટાવી રહી છે.

અંકલેશ્વર તાલુકાના હજાતના ખેડૂત ગીરીશભાઈ પટેલની ૨૨ વર્ષિય પુત્રી નિધી હાલમાં સાઉથ ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં માસ્ટર ઇન રૂરલ સ્ટડીઝના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં છઠ્ઠા ક્રમે તેમજ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટીમાં બીજા ક્રમે ઉતીર્ણ થઇ છે. હાલમાં અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતો ડાંગરના પાકની કાપણીના કાર્યમાં જોતરાયેલા છે. મોટાભાગના ખેડૂતો હાર્વેસ્ટર મશીનથી ડાંગરના પાકની કાપણી કરાવે છે. હજાત ગામના ગિરીશ ભાઇ પટેલે ચાઇના બનાવટનું હાર્વેસ્ટર મશીન ખરીદયુ છે.હાર્વેસ્ટર મશીનથી પાકની કાપણીનુ કામ કરે છે તે કામમાં તેમની પુત્રી નિધિ સહભાગી બને છે.નિધિ હાર્વેસ્ટર મશીનને કુશળતાથી ચલાવી જાણે છે. પોતાના ખેતરમાં તેણી જાતેજ ડાંગરના પાકની કાપણી કરી કુટુંબ ની આજીવિકા માં પોતાનુ યોગદાન આપે છે.તેણીએ જણાવ્યુ હતુ કે પોતાના કૌટુંબિક વ્યવસાય એવા ખેતીમાં જોડાવવાની પ્રબળ ઈચ્છાના ભાગ રૂપે તેણે હાર્વેસ્ટર જેવા મશીનને હંકારતા શીખી લીધુ હતુ. અને આધુનિક ખેતીનો અભ્યાસ પણ હાલ કરી રહી છે." મે મારા માતા પિતાને ભર ઉનાળે ખેતરોમાં કાળી મજુરી કરતા જોયા છે અને એટલે મારે તેમની પડખે ઉભા રહેવુ છે.

Next Story