અંકલેશ્વર પોલીસે પ્રોહીબિશનના ગુનામાં મહિલા બુટલેગરની કરી ધરપકડ

પોલીસે દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂ આપનાર અને મંગાવનાર મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી હતી

New Update
મહિલા બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ મહિલા બુટલેગરને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. ગત તારીખ-24મી જુનના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટી પાસેથી  48 હજારથી વધુના  દારૂ ભરેલી કાર સાથે 2.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી હતી.જ્યારે વિદેશી દારૂ આપનાર અને મંગાવનાર મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી હતી અને તપાસ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવી હતી તે દરમિયાન પોલીસે પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર સુશીલા વસાવાને ઝડપી પાડી હતી.
Latest Stories