અંકલેશ્વર: નોબારીયા સ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

અંકલેશ્વરની નોબારીયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વરની નોબારીયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

શિક્ષણના અમૃતપાન વિના એક પણ બાળક વંચિત રહે તેવા આશયથી શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણીના ૨૧મા તબક્કાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વરની નોબારિયા સ્કૂલના કમ્પાઉન્ડમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રસંગે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબહેન રાજપુરોહિત તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિતના મહાનુભાવો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતી સાથે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

 

Latest Stories