New Update
અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજી મંદિરના 7માં પાટોત્સવની રવિવારેના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ભગવાન ગણેશની 32 મુદ્રાઓ પૈકી 10 મુદ્રા ધરાવતા ક્ષિપ્રા ગણેશજીનું ગુજરાતનું સૌપ્રથમ મંદિર અંકલેશ્વર રામકુંડ ખાતે સ્થાપિત છે. ક્ષિપ્રા ગણેશ મંદિરનો ૧૨મો તથા નર્મદા માતાજી મંદિરના ૭માં પાટોત્સવની ઉજવણી રવિવાર તારીખ-૫મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.
સવારે ગણેશયાગ,શ્રીફળ બાદ સાંજે મહાઆરતી ભંડારો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.આ પાટોત્સવની તૈયારીના ભાગ રૂપે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે આ ધાર્મિક કાર્યક્રમોનું ધર્મ પ્રેમી જનતા લાભ લઇ ધન્યતા અનુભવે તે માટે નિમંત્રણ પાઠવ્યું છે.
Latest Stories