Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : મોદીનગર મિશ્ર શાળામાં આચાર્યની કેબીનની છત ધરાશાયી, મહિલાને ઇજા

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મોદી નગર મિશ્ર શાળા નંબર 18માં આચાર્યની કેબીનના સ્લેબનો કેટલોક હિસ્સો તુટી પડતાં એક મહિલાને ઇજા પહોંચી છે...

X

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મોદી નગર મિશ્ર શાળા નંબર 18માં આચાર્યની કેબીનના સ્લેબનો કેટલોક હિસ્સો તુટી પડતાં એક મહિલાને ઇજા પહોંચી છે.

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આ શાળાઓ આર્શીવાદરૂપ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની ઇમારતો વર્ષો જુની હોવાના કારણે ખખડધજ બની ચુકી છે. કેટલીય શાળાઓમાં તો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના માથે મોત ઝળુબતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહયાં છે. મોદી નગર મિશ્ર શાળા નંબર 18ના પણ ખસ્તાહાલ છે. શનિવારના રોજ આચાર્યની ઓફિસમાં છતનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થયો હતો જેમાં ઓફિસમાં કામ કરી રહેલી મહિલા પર કાટમાળ પડતાં તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સ્થળ પર દોડી ગયાં હતાં. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સમડી ફળિયા શાળા, મોદી નગર તથા હિંદી માધ્યમ શાળાની ઇમારતો જર્જરીત બની છે તેવી કબુલાત ખુદ પાલિકા પ્રમુખે કરી છે. જુઓ શું કહયું પાલિકા પ્રમુખ વિનય વસાવાએ.

Next Story