અંકલેશ્વર: બિસ્માર બનેલા માર્ગો પર તંત્રએ ખાડા પુરવાનું શરૂ કર્યું

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ બિસ્માર બન્યો

New Update
અંકલેશ્વરના માર્ગો બન્યા બિસ્માર
વરસાદી માહોલમાં મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા
મહાવીર ટર્નિંગ નજીકનો માર્ગ અત્યંત બિસ્માર
વાહનચાલકોને હાલાકી
તંત્રએ માર્ગ પર ખાડા પુરવાનું શરૂ કર્યું
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સુધીના બિસ્માર બનેલા માર્ગ પર તંત્ર દ્વારા ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વરના મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ઓ.એન.જી.સી.ઓવરબ્રિજ સુધીનો માર્ગ પણ બિસ્માર બન્યો હતો.
આ માર્ગ પર થોડા દિવસ અગાઉ જ કાર્પેટીંગ કરવામાં આવ્યું હતું જો કે આ દરમ્યાન વ્યવસ્થિત કામગીરી ન કરાતા ફરીવાર માર્ગ બિસ્માર બન્યો છે. આ માર્ગ પર ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ઉપરાંત  ટ્રાફિક જામની રોજીંદી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે ત્યારે આજે તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં કપચી નાખીને સમારકામ કરવામાં આવ્યું હતું
Latest Stories