અંકલેશ્વરના પિરામણ ગામ પાસે આવેલ હવા મહેલ નજીક ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મુખ્યમાર્ગ પર જ પાણી ભરાય રહેતા વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો
છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના હવા મહેલથી પિરામણ ગામને જોડાતા માર્ગ ઉપર જાહેરમાં પાણીનો બગાડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે માર્ગ ઉપર સવાર-સાંજ પાણી વહેતા વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાતા સાથે પાણી બગાડ કરતા લોકો સામે પગલાં ભરવામાં આવે તેવી બૂમો પણ ઉઠવા પામી છે ત્યારે પિરામણ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા પાણીનો વેડફાટ અટકાવવા પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા પિરામણ ગામના ઉપસરપંચને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક જે.સી.બી મશીન બોલાવી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ બાબતે તેઓએ જણાવ્યુ હતું કે નજીકમાં આવેલ ખાનગી સોસાયટીની ટાંકીમાંથી પાણી લીક થઈ રહ્યું છે ઉપરાંત હાલમાં રેલ્વે વિભાગ દ્વારા પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે આ સમસ્યા સર્જાય છે