ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, ગાત્રો થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર !

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે.

New Update
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, ગાત્રો થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર !

ગુજરાતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે વધુ એક ટેન્શન વધારનારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં આગામી 25થી 27 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. જેથી આ શિયાળાની સિઝન વધુ સમય સુધી ચાલશે. સવાર અને રાત્રિ દરમિયાન તીવ્ર ઠંડી અનુભવાશે,આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.

Advertisment