Connect Gujarat
ગુજરાત

ભગવાન વિરુદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી

છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ભગવાન વિરુદ્ધ ટિપ્પણી કરનારા 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી
X

છેલ્લા કેટલાક દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ના જૂના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે. જેમાં ભગવાન શિવ અને કૃષ્ણ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે હવે 4 સંતો વિરુદ્ધ અમદાવાદ પોલીસમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.અમદાવાદ ગ્રામ્ય DCP સમક્ષ પગલાં ભરવા માટે બાવળાના વકીલ હિતેશ જાદવે અરજી કરી છે. હિંદુ દેવી-દેવતાનું અપમાન કરવા મામલે રૂગનાથ ચરણ દાસજી સ્વામી, આનંદ સાગર સ્વામી, વિવેક સ્વામી અને સર્વેશ્વરદાસ સ્વામી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચારેય સંતોના ભગવાનને લઇને વિવાદાસ્પદ નિવેદન સામે આવતા સમગ્ર હિન્દુ સમાજ ના લોકોની લાગણી દુભાઈ છે.ઉલ્લેખનીય છે કે,

તાજેતરમાં જ 'હનુમાનજી ભગવાન નથી' એ પ્રકારનું અક્ષર મુનિ સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. જેના લીધે બાદમાં તેઓએ માફી માંગવી પડી હતી. તદુપરાંત ભગવાન શિવજી પર કરેલ વિવાદિત ટિપ્પણીને લઇને આનંદસાગર સ્વામી નો એક વીડિયો વાયરલ થયો હતો. જ્યાર બાદ તેઓએ પણ માફી માંગવાનો વારો આવ્યો હતો. સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી નો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. જેમાં સ્વામીએ ભગવાન બ્રહ્મા નું અપમાન કર્યું હતું. સ્વામીએ ઇન્દ્ર દેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા. અન્ય એક વીડિયોમાં પ્રેમ સ્વરૂપ સ્વામી ડાકોરના રાજા રણછોડ ની ઉપેક્ષા કરી હતી. જ્યારે અન્ય એક વીડિયોમાં સ્વામીએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય ઈશ્વરના નામે ટીકા કરી હતી. આમ સંતોના એક બાદ એક જૂના વીડિયો વાયરલ થતા સમગ્ર હિંદુ સમાજ અને સનાતન ધર્મને માનનારા સાધુ-સંતોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.

Next Story