અરવલ્લી : ST બસમાં લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટિકિટ આપી રૂ. 44 વસૂલ્યા, જુઓ વારયલ વિડિયો

ST બસમાં મુસાફરી કરી રહેલ યુવક પાસે લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટિકિટ આપી 44 રૂપિયા વસૂલ્યા હોવાની યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

New Update
અરવલ્લી : ST બસમાં લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટિકિટ આપી રૂ. 44 વસૂલ્યા, જુઓ વારયલ વિડિયો

અરવલ્લી જિલ્લાના મોડાસાથી અમદાવાદ પરીક્ષા આપવા ST બસમાં મુસાફરી કરી રહેલ યુવક પાસે લેપટોપના ઉપયોગ બદલ કંડક્ટરે ટિકિટ આપી 44 રૂપિયા વસૂલ્યા હોવાની યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા ST તંત્ર સામે સવાલ ઉભા થયા છે. જો, ST બસમાં મુસાફરી કરતાં સમયે મુસાફર પાસે લેપટોપ હોય અને બસ કંડક્ટર કહે કે, તમારે બસમાં લેપટોપનો ઉપયોગ કરવો હોય તો લેપટોપની પણ ટિકિટ લેવી પડશે, આ વાત સામાન્ય માણસને પણ અચરજમાં મૂકે તેવી છે, ત્યારે આવું જ કંઈક બન્યું છે, અરવલ્લી જિલ્લાના મોડાસાના યુવક સાથે.આ યુવક શનિવારે મોડાસાથી બેંકની પરીક્ષા આપવા માટે ST બસમાં અમદાવાદ જઈ રહ્યો હતો.

તે દરમિયાન તે લેપટોપમાં કામ કરતો હતો, ત્યારે મહિલા કંડક્ટરે તેની પાસે આવી કહ્યું કે, તમારે લેપટોપની પણ ટિકિટ લેવી પડશે. આ મામલે યુવકે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં અંતે યુવકે એક લેપટોપ પેટે 44 રૂપિયાની ટિકિટ લેવી પડી હતી. મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની ભાવિન પરમારે આ બાબતે સોશિયલ મીડિયામાં ST બસમાં મુસાફરી સમયે લેવી પડેલી લેપટોપની ટિકિટ મુકી પોસ્ટ વાયરલ કરતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ બાબતે મોડાસા બસ ડેપોના મેનેજરે સરતચૂકથી ટિકિટ અપાય ગઇ હોવાનું માલુમ પડતા ટિકિટ પેટે વસુલાત કરેલ 44 રૂપિયા યુવકને રિફંડ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Latest Stories