/connect-gujarat/media/post_banners/fd43531728ef9588e82b5b5bcf99272af1e5ed03b4efbaff2841e8f30fff7333.jpg)
ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલ શામળાજી-રતનપુર ચેક પોસ્ટ નજીક કાર અને બસ વચ્ચે ગામખ્વાર અકસ્માત સર્જાતા 4 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર નજીક ગત રાત્રી દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 ગુજરાતી યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. શામળાજી નજીક રતનપુર ચેક પોસ્ટ પાસે આ ઘટના સર્જાય છે. જેમાં રોંગ સાઈડ કાર હંકારતા બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘવાયો હતો, જેને સારવાર અર્થે ડુંગરપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મધ્યરાત્રીના અરસામાં 5 યુવાનો કાર મારફતે ગુજરાત આવવા માટે નિકળ્યા હતા, ત્યારે કાર પૂરગતિએ રોંગ સાઈડ હંકારતા સામેથી આવી રહેલી ખાનગી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણપંખેરા ઉડી ગયા હતા. વીંછીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક ચારેય યુવાનો અરવલ્લી જિલ્લાના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આ ટક્કરમાં શામળાજી પાસેના વેણપૂરના 2 સહિત ખારી, પાંડરવાડા ગામના કુલ 4 યુવાનોનું મોત નિપજ્યા છે, જ્યારે અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.