Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : પશુની તસ્કરી કરતો ટ્રક પલટી મારી જતાં 6 પશુના મોત, જુઓ LIVE વિડિયો...

X

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા ગાજણ ટોલ બૂથ નજીક પશુની તસ્કરી કરતાં ટ્રકનો અકસ્માત થયો હતો. જે ટ્રક 25 જેટલા પશુઓ ભરી ગત મોડી રાત્રે પસાર થઈ રહ્યો હોવાની રામ સેનાના ગૌરક્ષકોને માહિતી મળી હતી. જેને પગલે રામ સેનાના ગૌરક્ષકોએ ટ્રકનો પીછો કર્યો હતો. જેનાથી બચવા ટ્રકના ચાલકે બેફામ સ્પીડે ટ્રક હંકારી હતી. જે દરમ્યાન પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રકના ચાલકે ગાજણ ટોલ બૂથ નજીક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર પર ચઢી જઈ પલટી મારી ગયો હતો.

આ અકસ્માતમાં 6 જેટલા પશુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે કેટલાક પશુને ઇજા પહોચી હતી. જોકે, અકસ્માત બાદ ટ્રકચાલક સહિત 3 લોકો ઘટના સ્થળે જ ટ્રક મૂકીને ફરાર થઈ જતાં પણ CCTVમાં કેદ થયા હતા.

Next Story
Share it