Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: મોડાસાના ગામે 1984માં બનેલી ઘટનાની ફરીથી યાદ તાજી કરવામાં આવી રહી છે,જુઓ શું છે કારણ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગારૂડી ગામે 1984માં બનેલી ઘટનાને ફરીથી યાદ કરવામાં આવી રહી છે.

X

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગારૂડી ગામે 1984માં બનેલી ઘટનાને ફરીથી યાદ કરવામાં આવી રહી છે. આ પાછળ ભૂતકાળ અને હવે વર્તમાનની પરિસ્થિતિને કારણે વિરોધના વંટોળ ફૂંકાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે

અરવલ્લી જિલ્લાના મોડાસા નગર પાલિકાની ડંપિંગ સાઈટને લઇને ગારૂડી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે.છેલ્લા ઘણાં સમયથી મોડાસા નગર પાલિકા કચરો ઠાલવવા માટે જમીન શોધી રહી છે પણ જે જગ્યાએ જમીન જોવા જાય, ત્યાંથી જાકારો જ મળે છે.જે જગ્યા પાલિકા શોધે ત્યાંના સ્થાનિકો પ્રદૂષણ અને આરોગ્યનો હવાલો આપી વિરોધ કરી, જમીન ન આપવા દબાણ લાવે છે. હવે મોડાસા નગર પાલિકાની આઠમી જગ્યા મોડાસા તાલુકાના ગારૂડી ગામે ખુલ્લી જગ્યા પર નજર પડી છે જેને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો છે અને જમીન પર ગંદો કચરો નહીં ઠાલલાવા દઈએ તેવો મક્કમ નિર્ધાર કર્યો છે સ્થાનિકોનું કહેવું છે કે તેમના ગામમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ કે અને કચેરી માટે જગ્યા ફાળવો તો તેમનો કોઈ જ નિરોધ નથી પણ મોડાસા શહેરના ગંદો કચરો ઠાલવવા માટે તેઓ કોઇપણ ભોગે જમીન નહીં આપીએ

હવે ગારૂડી ગામ એટલા માટે ઇતિહાસ પર નજર નાખવાનું કહે છે, કે, વર્ષ 1984માં માઝૂમ ડેમના વિસ્થાપિતોને જમીન આપવાને લઇને સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેને લઇને પોલિસ ગોળીબારમાં 5 લોકો મોત થયા હતા જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.13-08-1984ના દિવસે બનેલી આ ગોઝારી ઘટનાને આજે 39 વર્ષ પૂર્ણ થતાં ફરીથી ઈતિહાસના પનાનું પુનરાવર્ત થવાના એંધાણ વચ્ચે ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

Next Story