Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : આમળાની ખેતી કરી લાખોની કમાણી કરતાં બાયડના પ્રતગિશીલ ખેડૂત…

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામના ખેડૂતે આમળાની સફળ ખેતી કરીને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મેળવ્યો છે

X

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપા ગામના ખેડૂતે આમળાની સફળ ખેતી કરીને રાજ્ય સરકાર તરફથી પુરસ્કાર મેળવ્યો છે, ત્યારે આ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ આમળાની ખેતી કરવા નવી રાહ ચીંધી છે.

બાયડ તાલુકાના કોજણકંપા ગામે રહેતા ખેડૂત બળવંત પટેલને રાજ્ય સરકાર તરફથી સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર મળ્યો છે. બળવંત પટેલે આજથી 17 વર્ષ પહેલા 8 એકરમાં 1 હજાર આમળાના છોડની વાવણી કરી હતી, ત્યારે ફક્ત 3 જ વર્ષમાં તેમને મોટાપાયે આમળાનું ઉત્પાદન મળવાની શરૂઆત થઇ હતી. શરૂઆતના વર્ષોમાં આમળાનો પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ભાવ મળતો હતો, જે આમળા આજે 70 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાઈ રહ્યા છે. 8 એકરમાં અંદાજે 200 ટન આમળાનું ઉત્પાદન થયુ છે. જોકે, ઉંમર હોવા છતાં પણ ખેડૂત બળવંત પટેલ ખંતથી કામ કરી યુવાઓને પણ ટક્કર આપી રહ્યા છે. તેઓએ ઓર્ગેનિક ખેતી કરીને આમળાનું વાવેતર કર્યું છે, ત્યારે ઓર્ગેનિક ઉત્પાદનનો ભાવ પણ સારો મળી રહે છે. જોકે હજુ પણ સરકાર દ્વારા યોગ્ય જાણકારી આપવામાં આવે તો અન્ય ખેડૂતોને ખેતી પ્રત્યે વધુ પ્રેરણા મળી શકે તેમ ખેડૂત બળવંત પટેલનું માનવું છે.

Next Story